GSRTC Helper Recruitment 2026 Gujarat | 297 Vacancy | Apply Online – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર લઈને આવી છે. જો તમે પણ આ સરકારી વિભાગમાં નોકરી કરવા માંગો છો તો આ ભરતી તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે. આજના આ આર્ટિકલમાં આપણે હાલમાં જાહેર થયેલી નવી ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજીની ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત ખુબજ સરળ શબ્દોમાં જાણીશું જેથી તમે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો.

GSRTC Recruitment 2026 | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી 2026

બાબતવિગત
સંસ્થા/વિભાગ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ
વિભાગસરકારી સંસ્થા
પોસ્ટહેલ્પર
ભરતી વર્ષ2026
પગારરૂ. 21,100 (શરૂઆતનો)
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/

જરૂરી તારીખો

કોઈપણ સરકારી ભરતીમાં તારીખો જાણી લેવી ખુબજ જરૂરી હોય છે. એક પણ તારીખ ચૂકી જવાથી તમારી અરજી રદ થઈ શકે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી માટેની જરૂરી તારીખો નીચે મુજબ છે. આ તારીખો ધ્યાનથી નોંધી લો અને તમારું કેલેન્ડર સેટ કરી લો. ઓનલાઈન અરજી 13 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 12 માર્ચ 2026 છે.

ફી ભરવા માટે વધારાના બે દિવસ એટલે કે 14 માર્ચ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી ભરતી સંબંધિત લેખ લખતા મારા અનુભવ મુજબ, ઘણા ઉમેદવારો છેલ્લી તારીખે અરજી કરે છે અને server issue આવે છે. તેથી હું સલાહ આપું છું કે જો તમે લાયકાત ધરાવો છો તો તમારે વહેલી ટકે અરજી કરી દેવી જોઈએ.

ઘટનાતારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત13 ફેબ્રુઆરી 2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ12 માર્ચ 2026
ફી ભરવાની છેલ્લી તારીખ14 માર્ચ 2026

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો

GSRTC એ હેલ્પરના કુલ 297 પદો માટે ભરતી જાહેર કરી છે. આ તમામ પોસ્ટ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. દિવ્યાંગતાના વિવિધ પ્રકારો મુજબ જુદી જુદી કેટેગરીમાં આ પોસ્ટની ફાળવણી કરવામાં આવી છે.

હેલ્પર તરીકેની નોકરીમાં તમારે GSRTC ની બસોના જાળવણી અને સમારકામમાં ટેકનિશિયનને મદદ કરવાની રહેશે. આ પોસ્ટ માટે ITI પાસ ઉમેદવો લાયક છે.

મુદ્દોવિગત
પોસ્ટનું નામહેલ્પર (Helper)
કુલ પોસ્ટ297
ભરતીનો પ્રકારખાસ ભરતી ઝુંબેશ (ફક્ત દિવ્યાંગો માટે)

પગાર

સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, પગારની વાત કરીએ તો GSRTC હેલ્પર માટે ખૂબ જ સારો પગાર આપવામાં આવે છે. પ્રથમ 5 વર્ષ સુધી દર મહિને રૂ. 21,100 નો ફિક્સ પગાર મળશે. આ પગાર કરારના આધારે 5 વર્ષ માટે ફિક્સ રહેશે.

5 વર્ષની સંતોષકારક નોકરી કર્યા પછી, તમને GSRTC માં નિયમિત હેલ્પર તરીકે નિમણૂક મળશે. ત્યારબાદ તમને નિયમિત પગાર ધોરણ અને અન્ય ભથ્થાં મળવાનું શરૂ થશે. કરારના સમયગાળા દરમિયાન માત્ર ફિક્સ પગાર મળશે, અન્ય કોઈ ભથ્થાં કે લાભો મળશે નહીં.

મુદ્દોવિગત
શરૂઆતનો પગારરૂ. 21,100/- પ્રતિ માસ (પ્રથમ 5 વર્ષ માટે સ્થિર)
કરારનો સમયગાળો5 વર્ષ
નિયમિત થયા બાદપ્રવર્તમાન મૂળ પગાર ધોરણ + ભથ્થાં
કરાર ગાળામાંમાત્ર ફિક્સ પગાર, અન્ય ભથ્થાં નહીં

આ પણ જુઓ – Amul Dairy Recruitment 2026

શ્રેણી મુજબ ખાલી જગ્યાની વિગતો

દિવ્યાંગ ઉમેદવોની વિવિધ કેટેગરી માટે અલગ અલગ પોસ્ટ ફાળવવામાં આવી છે. આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તમે જે કેટેગરીમાં આવો છો તે મુજબ જ અરજી કરવાની રહેશે.

અપંગતા શ્રેણીઅપંગતાનો પ્રકારપોસ્ટની સંખ્યા
Aઅંધત્વ અને ઓછી દ્રષ્ટિ (B, LV)131
Bબહેરા અને સાંભળવામાં મુશ્કેલી (D, HH)62
Cસેરેબ્રલ પાલ્સી સહિત લોકમોટર ડિસેબિલિટી (OA, BA, OL, OAL, CP, LC, Dw, AAV)35
D અને EASD, SLD, MI અને બહુવિધ વિકલાંગતાઓ69
કુલ297

લાયકાત (શૈક્ષણિક લાયકાત)

હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દા એટલે કે લાયકાત વિશે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ હેલ્પર ભરતી માટે નીચે દર્શાવેલી લાયકાત હોવી ફરજિયાત છે. આ લાયકાત ન હોય તો અરજી કરી શકાશે નહીં.

તમારે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો ITI કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આ ITI નીચે દર્શાવેલ કોઈપણ એક ટ્રેડમાં હોવું જોઈએ:

  • મિકેનિક મોટર વ્હીકલ
  • મિકેનિક ડીઝલ
  • જનરલ મિકેનિક
  • ફિટર
  • ટર્નર
  • ઇલેક્ટ્રિશિયન
  • શીટ મેટલ વર્કર
  • ઓટોમોબાઇલ બોડી રિપેરર
  • વેલ્ડર
  • વેલ્ડર કમ ફેબ્રિકેટર
  • મશીનિસ્ટ
  • સુથાર
  • પેઇન્ટર જનરલ
  • ઓટોમોબાઇલ પેઇન્ટ રિપેરર

આ ઉપરાંત કોમ્પ્યુટર જ્ઞાન પણ ફરજિયાત છે. તમારી પાસે માન્ય સંસ્થામાંથી મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અથવા તો ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય તરીકે પાસ કરેલો હોવો જોઈએ.

મુદ્દોવિગત
ITI લાયકાતમિકેનિક મોટર વ્હીકલ / ડીઝલ / ઇલેક્ટ્રિશિયન / ફિટર / વેલ્ડર / સુથાર / પેઇન્ટર સહિતના સંબંધિત ટ્રેડમાં એક વર્ષનો ITI કોર્સ
કોમ્પ્યુટર જ્ઞાનમૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન પ્રમાણપત્ર અથવા ધોરણ 10/12 માં કોમ્પ્યુટર વિષય
વધારાની લાયકાત (પ્રાધાન્ય)સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોય

આ પણ જુઓ – UPSC CSE Recruitment 2026 Gujarat

વયમર્યાદા

GSRTC ભરતી જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ ભરતી માટે ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 45 વર્ષ રાખવામાં આવી છે. પરંતુ આ મહત્તમ વય દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ સાથે છે. સામાન્ય રીતે દિવ્યાંગો માટે મહત્તમ વય 35 વર્ષ હોય છે પરંતુ તેમાં 10 વર્ષની છૂટ આપીને 45 વર્ષ કરવામાં આવી છે.

વયની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 12 માર્ચ 2026 ના રોજ કરવામાં આવશે. આથી તમારી જન્મતારીખ 12 માર્ચ 1981 થી 12 માર્ચ 2008 ની વચ્ચે હોવી જોઈએ.

મુદ્દોવિગત
ન્યૂનતમ વય18 વર્ષ
મહત્તમ વય45 વર્ષ (દિવ્યાંગો માટે 10 વર્ષની છૂટ સાથે)
જન્મ તારીખ શ્રેણી12/03/1981 થી 12/03/2008
આધાર તારીખ12-03-2026 (છેલ્લી અરજી તારીખ)
SEBC ઉમેદવારોનોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર જરૂરી

અરજી ફી

GSRTC નો ઓફિશિયલ ભરતી નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતી માટે તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે (પુરુષ કે સ્ત્રી) અરજી ફી રૂ. 236 રાખવામાં આવી છે. આ ફીમાં રૂ. 200 અને તેના પર 36 રૂપિયા GST ઉમેરીને કુલ 236 રૂપિયા ભરવાના રહેશે.

અરજી ફી ફક્ત ઓનલાઈન જ ભરી શકાશે. GSRTC ની સત્તાવાર વેબસાઈટ OJAS (https://ojas.gujarat.gov.in) દ્વારા આ ફી ભરવાની રહેશે. એકવાર ફી ભર્યા પછી તે કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ, આથી ફી ભરતા પહેલા તમારી લાયકાત બરાબર ચકાસી લેવું જરૂરી છે.

મુદ્દોવિગત
અરજી ફીરૂ. 236/- (રૂ. 200 + રૂ. 36 GST)
કોના માટેબધા દિવ્યાંગ ઉમેદવારો (પુરુષ/સ્ત્રી)
ચુકવણી પદ્ધતિઓનલાઈન (https://ojas.gujarat.gov.in)
છેલ્લી તારીખ14 માર્ચ 2026
રિફંડ નીતિચૂકવેલ ફી પરતપાત્ર નથી

આ પણ જુઓ – IOCL Apprentice Recruitment 2026 Gujarat

જરૂરી દસ્તાવેજ

ઓનલાઈન અરજી કરતી વખતે કેટલાક દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજો ફિક્સ સાઈઝ અને ફોર્મેટમાં હોવા જરૂરી છે.

સૌ પ્રથમ તમારા ફોટોગ્રાફની જરૂર પડશે. ફોટો 5 સેમી x 3.6 સેમીના માપનો હોવો જોઈએ અને તેની સાઈઝ મહત્તમ 10 KB ની હોવી જોઈએ. ફોટો JPG ફોર્મેટમાં જ હોવો જોઈએ.

આ જ રીતે તમારી સહી પણ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. સહી 2.5 સેમી x 7.5 સેમીના માપની હોવી જોઈએ અને તેની સાઈઝ પણ મહત્તમ 10 KB ની જ રાખવાની છે. સહી પણ JPG ફોર્મેટમાં જ હોવી જોઈએ.

આ ઉપરાંત તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો, ITI નું પ્રમાણપત્ર, અપંગતાનું પ્રમાણપત્ર, જન્મતારીખનો પુરાવો, વગેરે દસ્તાવેજો પણ સ્કેન કરીને રાખવા જરૂરી છે, જોકે આ બધા દસ્તાવેજો અરજી સમયે નહીં પરંતુ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે.

દસ્તાવેજવિગત
ફોટોગ્રાફ5 સેમી x 3.6 સેમી, મહત્તમ 10 કેબી, JPG ફોર્મેટ
સહી2.5 સેમી x 7.5 સેમી, મહત્તમ 10 કેબી, JPG ફોર્મેટ
શૈક્ષણિક પ્રમાણપત્રોITI, ધોરણ 10/12, કોમ્પ્યુટર પ્રમાણપત્ર
અપંગતા પ્રમાણપત્રમાન્ય તબીબી બોર્ડ દ્વારા ઈશ્યૂ કરેલ
જન્મતારીખ પુરાવોધોરણ 10 માર્કશીટ / જન્મ પ્રમાણપત્ર
એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર (જો હોય તો)NCVT પ્રમાણપત્ર અને માર્કશીટ

પસંદગી પ્રક્રિયા

લાયકત ધરાવતા ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે તેના આધારે તમે તમારી તૈયારી કરી શકો છો. આ માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે જેની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત

તમારી ITI ની ટકાવારીના આધારે 55 ગુણ આપવામાં આવશે. જો તમે એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોય તો તેના માટે વધારાના 15 ગુણ આપવામાં આવશે. આમ કુલ 70 ગુણ શૈક્ષણિક લાયકાતના આધારે નક્કી થશે.

લેખિત પરીક્ષા

OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા 100 ગુણની હશે અને તેને 30 વેઇટેજ ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. પરીક્ષા 2 કલાકની હશે. ખોટા જવાબ માટે 0.25 ગુણ નકારાત્મક ગુણ તરીકે કાપવામાં આવશે. લાયક ઠરવા માટે ઓછામાં ઓછા 40 ગુણ મેળવવા ફરજિયાત છે.

મેરિટ લિસ્ટ અને દસ્તાવેજ ચકાસણી

શૈક્ષણિક ગુણ અને લેખિત પરીક્ષાના ગુણ ભેગા કરીને કુલ 100 વેઇટેજ ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.

તબક્કોવિગતગુણ (વેઇટેજ)
ITI લાયકાતITI ની ટકાવારી પ્રમાણસર55 ગુણ
એપ્રેન્ટિસશીપએપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ હોય તો (ટકાવારી પ્રમાણસર)15 ગુણ
લેખિત પરીક્ષાOMR આધારિત, 100 ગુણ (રૂપાંતરિત)30 ગુણ
કુલ100 ગુણ

ફરજ / બજાવવાની કામગીરી

GSRTCની સત્તાવાર જાહેરાતમાં મળેલ માહિતી અનુસાર, હેલ્પર તરીકે તમારે સરકારી બસોની જાળવણી અને સમારકામમાં ટેકનિશિયનને મદદ કરવાની રહેશે. આમાં નીચેની કામગીરીનો સમાવેશ થાય છે:

  • બસોની નિયમિત તપાસ અને જાળવણીમાં મદદ કરવી.
  • નાના મોટા સમારકામમાં ટેકનિશિયનને હાથવણાટ કરવો.
  • સાધનસામગ્રી વ્યવસ્થિત રાખવા.
  • વર્કશોપમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી.
  • ટેકનિશિયનની દેખરેખ હેઠળ નાના સમારકામના કામો કરવા.
મુદ્દોવિગત
મુખ્ય ફરજબસોના જાળવણી અને સમારકામમાં ટેકનિશિયનને મદદ કરવી
કાર્યસ્થળGSRTC વર્કશોપ / ડેપો
અન્ય ફરજોસાધનસામગ્રીની વ્યવસ્થા, સ્વચ્છતા જાળવણી

લેખિત પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ

લેખિત પરીક્ષામાં સફળ થવા માટે કેટલીક ટિપ્સ અહીં આપી રહ્યા છીએ જેને તમે ફોલો કરશો તો તમને સફળતા અવશ્ય મળી શકે છે.

  1. સૌથી પહેલા અભ્યાસક્રમ સમજો: GSRTC હેલ્પર પરીક્ષાનો સિલેબસ સામાન્ય રીતે ITI ટ્રેડ સંબંધિત વિષયો, સામાન્ય જ્ઞાન, ગણિત અને બુદ્ધિમત્તા કસોટી પર આધારિત હોય છે.
  2. ITI ના પુસ્તકો વાંચો: તમારા ITI ટ્રેડના તમામ પુસ્તકો સારી રીતે વાંચી લો. ખાસ કરીને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સંબંધિત મૂળભૂત બાબતો જરૂરથી વાંચી લેવી જોઈએ.
  3. જૂના પેપરો ઉકેલો: અગાઉની GSRTC પરીક્ષાઓના પ્રશ્નપત્રો શોધીને ઉકેલો. આનાથી પરીક્ષાની પેટર્ન સમજાશે.
  4. નકારાત્મક ગુણનું ધ્યાન રાખો: 0.25 ગુણ નકારાત્મક છે, આથી જે પ્રશ્નના જવાબ બરાબર ખબર ન હોય તેના જવાબ આપવાનું ટાળો.
  5. ટાઈમ મેનેજમેન્ટ: 2 કલાકમાં 100 ગુણના પ્રશ્નોના જવાબ આપવાના છે, આથી દરેક પ્રશ્ન માટે ચોક્કસ સમય ફાળવો.
  6. સામાન્ય જ્ઞાન પર ધ્યાન આપો: ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને વર્તમાન બનાવો વાંચતા રહો.
  7. ઓનલાઈન મોક ટેસ્ટ આપો: વિવિધ વેબસાઈટ પર ઉપલબ્ધ મોક ટેસ્ટ આપીને તમારી તૈયારી ચકાસો.
ટિપવિગત
સિલેબસITI ટ્રેડ વિષયો, સામાન્ય જ્ઞાન, ગણિત, બુદ્ધિમત્તા કસોટી
મુખ્ય સ્ત્રોતITI ના પુસ્તકો, જૂના પ્રશ્નપત્રો
ખાસ ધ્યાન રાખોનકારાત્મક ગુણ (-0.25)
સમય વ્યવસ્થાપન2 કલાકમાં 100 ગુણના પ્રશ્નો
પ્રેક્ટિસઓનલાઈન મોક ટેસ્ટ, જૂના પેપર

કેવી રીતે અરજી કરવી (સ્ટેપ બાય સ્ટેપ)

GSRTC હેલ્પર ભરતી માટે અરજી કરવાની રીત સરળ છે. નીચે આપેલા સ્ટેપ ફોલો કરીને તમે અરજીફોર્મ જમા કરાવી શકો છો.

સ્ટેપ 1: સૌ પ્રથમ GSRTC ની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in અથવા OJAS ની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.

સ્ટેપ 2: હોમ પેજ પર “GSRTC Helper Recruitment 2026” ની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: નવા પેજમાં “New Registration” પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કરતી વખતે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી જેવી માહિતી આપવાની રહેશે.

સ્ટેપ 4: રજીસ્ટ્રેશન બાદ તમને લોગીન આઈડી અને પાસવર્ડ મળશે જેને કોઈ જગ્યા પર નોંધી લો તથા આનાથી લોગીન કરો.

સ્ટેપ 5: ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. તેમાં તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, સરનામું વગેરે ચોકસાઈથી ભરો.

સ્ટેપ 6: ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને મંગાવામાં આવેલ સાઈઝ અને ફોર્મેટમાં અપલોડ કરો.

સ્ટેપ 7: બધી માહિતી ચકાસી લો અને “એપ્લિકેશન કન્ફર્મ કરો” બટન પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે, નહીંતર અરજી અધૂરી રહેશે.

સ્ટેપ 8: હવે ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર જઈને રૂ. 236 ની અરજી ફી ભરો. ફી 14 માર્ચ 2026 સુધીમાં ભરવાની છે.

સ્ટેપ 9: ફી ભર્યા બાદ તમારી અરજી સબમિટ થઈ જશે. તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને ભવિષ્ય માટે સાચવી રાખો.

સ્ટેપકરવાનું
સ્ટેપ 1વેબસાઈટ પર જાઓ (https://ojas.gujarat.gov.in)
સ્ટેપ 2રજીસ્ટ્રેશન કરો
સ્ટેપ 3લોગીન કરો અને ફોર્મ ભરો
સ્ટેપ 4ફોટો અને સહી અપલોડ કરો
સ્ટેપ 5અરજી કન્ફર્મ કરો
સ્ટેપ 6ઓનલાઈન ફી ભરો
સ્ટેપ 7પ્રિન્ટઆઉટ લો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન 1: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ હેલ્પર ભરતી 2026 કોના માટે છે?
જવાબ: આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવી છે.

પ્રશ્ન 2: GSRTC Helper Recruitment 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: કુલ 297 હેલ્પર પોસ્ટ જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 3: આ ભરતી માટે ન્યૂનતમ લાયકાત શું છે?
જવાબ: સંબંધિત ટ્રેડમાં એક વર્ષનો ITI કોર્સ અને મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત છે.

પ્રશ્ન 4: GSRTC હેલ્પર ભરતી 2026 માટે વયમર્યાદા કેટલી છે?
જવાબ: ઉમેદવારની ઉંમર 18 થી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ (દિવ્યાંગ ઉમેદવારોને છૂટ સાથે).

પ્રશ્ન 5: GSRTC હેલ્પર પોસ્ટ માટે શરૂઆતનો પગાર કેટલો મળશે?
જવાબ: પ્રથમ 5 વર્ષ માટે દર મહિને રૂ. 21,100 ફિક્સ પગાર મળશે.

પ્રશ્ન 6: અરજી ફી કેટલી છે?
જવાબ: તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 236 છે.

પ્રશ્ન 7: GSRTC Helper Recruitment 2026 માટે પસંદગી કેવી રીતે થશે?
જવાબ: ITI ગુણ, એપ્રેન્ટિસશીપ અને લેખિત પરીક્ષા આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે.

પ્રશ્ન 8: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2026 છે.

ભરતી સંબંધિત જરૂરી લિંક:

નિષ્કર્ષ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો મોકો સાબિત થઇ શકે છે. 297 પોસ્ટ માટેની આ ભરતીમાં તમે ITI પાસ હોવ અને 18 થી 45 વર્ષની વયના હોવ તો અરજી કરી શકો છો. પસંદગી શૈક્ષણિક લાયકાત અને લેખિત પરીક્ષાના આધારે થશે. પ્રથમ 5 વર્ષ માટે રૂ. 21,100 નો ફિક્સ પગાર મળશે અને ત્યારબાદ નિયમિત થવાની તક છે. અમે આપેલ સ્ટેપને ફોલો કરી તૈયારી કરો તો તમે સફળતા મેળવી શકો છો. આશા છે કે તમને આ લેખમાં તમામ વિગતવાર આપવામાં આવેલ માહિતી પસંદ આવી હશે.

Disclaimer

કોઈ પણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન જરૂરથી વાંચવાની સલાહ આપવામાં આવે છે. અમે GSRTC સાથે જોડાયેલા નથી અને આ GSRTC ની સત્તાવાર વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી સત્તાવાર નોટિફિકેશન અને વિશ્વસનીય સ્ત્રોત પરથી ચકાસીને રજૂ કરવામાં આવી છે અને માહિતી માત્ર સામાન્ય જાણકારીના હેતુસર છે. ભરતીની તમામ તારીખો, પાત્રતા અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ અને અંતિમ વિગતો માટે કૃપા કરીને સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર થયેલી સૂચના તપાસો અને તેનું પાલન કરો.

2 thoughts on “GSRTC Helper Recruitment 2026 Gujarat | 297 Vacancy | Apply Online – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં”

Leave a Comment