ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મોટી તેમજ કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે બેન્કિંગ વિભાગમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર લઈને આવી છે. જો તમે પણ આ સરકારી વિભાગમાં નોકરી કરવા માંગો છો તો આ ભરતી તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે. આજના આ આર્ટિકલમાં આપણે RBI દ્વારા હાલમાં જાહેર થયેલી નવી ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજીની ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત ખુબજ સરળ શબ્દોમાં જાણીશું જેથી તમે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો.
RBI Assistant Recruitment 2026 | ભારતીય રિઝર્વ બેંક સહાયક ભરતી 2026
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
RBI માં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ સમયસર અરજી કરવા અને પરીક્ષાની તૈયારી કરવા માટે તારીખોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. RBI એ જાહેરાત બહાર પાડીને તમામ અગત્યની તારીખો જાહેર કરી દીધી છે. નોંધ કરો કે આ તારીખો હજી અંતિમ નથી અને સંસ્થા દ્વારા જરૂર જણાય તો તેમાં ફેરફાર કરી શકાય છે .
અરજી કરવાની પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની તથા અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 08 માર્ચ 2026 છે.પ્રિલિમ્સ પરીક્ષા 11 એપ્રિલે યોજાનાર હોવાથી, હવે તૈયારી માટે લગભગ બે મહિનાનો સમય બચ્યો છે.
પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગત (Vacancy Details)
RBIની સત્તાવાર ભરતી જાહેરાતમાં જણાવ્યા મુજબ, આ વર્ષે કુલ 650 જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ દેશભરના વિવિધ RBI કાર્યાલયોમાં વહેંચાયેલી છે. દરેક ઓફિસ માટે અનામત શ્રેણી (SC, ST, OBC, EWS) મુજબની જગ્યાઓની સંખ્યા જાહેર કરવામાં આવી છે. સૌથી વધુ જગ્યાઓ મુંબઈ ઓફિસ માટે છે, જ્યારે તિરુવનંતપુરમમાં સૌથી ઓછી જગ્યાઓ છે . ઉમેદવારોએ પોતાની પસંદગીની ઓફિસ પ્રમાણે જ અરજી કરવાની રહેશે. તમે RBI ની ઓફિસ તથા કેટેગરી મજબ કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
નોંધ: બેંક જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓમાં વધારો/ઘટાડો કરી શકે છે.
પગાર (Salary) અને લાભો (Benefits)
RBI સહાયકનો પગાર સારો અને સ્પર્ધાત્મક છે. મૂળ પગાર ઉપરાંત વિવિધ ભથ્થાં મળવાને કારણે કુલ પગાર સારો એવો થઈ જાય છે. ચાલો જાણીએ કે તમે આ ભરતીમાં નોકરી મેળવો છો તો તમને કેટલો પગાર મળશે.
આ પણ જુઓ – GSRTC Helper Recruitment 2026
જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઓનલાઇન અરજી કરતી વખતે અને પાછળથી દસ્તાવેજ ચકાસણી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી પડશે. જો તમે અરજી કરવા માંગો છો તો નીચે આપેલ લિસ્ટ મુજબ તમે તમારા દસ્તાવેજો ગોઠવી શકો છો.
લાયકાત (Eligibility Criteria)
કોઈપણ સરકારી નોકરી માટે અરજી કરતા પહેલા લાયકાત તપાસવી સૌથી જરૂરી છે. RBI સહાયક માટે રાષ્ટ્રીયતા, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા એમ ત્રણ પ્રકારની લાયકાત નક્કી કરવામાં આવી છે જેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
રાષ્ટ્રીયતા (Nationality)
ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત, નેપાળ, ભૂટાનના નાગરિકો અને ભારતમાં સ્થાયી થયેલા કેટલાક શરણાર્થીઓ અને ભારતીય મૂળના વ્યક્તિઓ પણ અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (ગ્રેજ્યુએટ) થયેલ હોવું જોઈએ. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે લઘુત્તમ 50% માર્ક્સ હોવા જરૂરી છે, જ્યારે SC/ST/PwBD વર્ગના ઉમેદવારો માટે માત્ર પાસ થવું જરૂરી છે. ઉપરાંત, ઉમેદવારને કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ અને જે રાજ્ય માટે અરજી કરી રહ્યા હોય તે રાજ્યની સ્થાનિક ભાષા આવડવી જરૂરી છે.
વય મર્યાદા (Age Limit)
1 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે 2 ફેબ્રુઆરી 1998 પછી અને 1 ફેબ્રુઆરી 2006 પહેલા જન્મેલા ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.
વયમર્યાદામાં છૂટછાટ (Age Relaxation)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશ્યિલ નોટિફિકેશન મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં ચોક્કસ છૂટછાટ આપવામાં આવે છે. આ છૂટછાટનો લાભ લેવા માટે ઉમેદવારી કરતી વખતે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. નીચેના કોષ્ટકમાં વિવિધ શ્રેણીઓને મળતી છૂટછાટની વિગતો આપેલી છે.
આ પણ જુઓ – UPSC CSE Recruitment 2026 Gujarat
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ભારતીય રિઝર્વ બેંક દ્વારા સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, સહાયકની પસંદગી માટે ત્રણ તબક્કાની પ્રક્રિયા છે . દરેક તબક્કો પાસ કર્યા બાદ જ આગલા તબક્કામાં જઈ શકાય છે.
- પ્રારંભિક પરીક્ષા (Preliminary Exam): આ પ્રથમ તબક્કો છે, જે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે છે. આ પરીક્ષાના માર્ક્સ અંતિમ પસંદગીમાં ગણવામાં આવતા નથી .
- મુખ્ય પરીક્ષા (Main Examination): આ બીજો તબક્કો છે, જેના માર્ક્સની ગણતરી અંતિમ પસંદગી માટે થાય છે.
- ભાષા આવડત કસોટી (Language Proficiency Test – LPT): મુખ્ય પરીક્ષા પાસ કરનારાઓએ આ કસોટી આપવી પડશે. આમાં ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે તે રાજ્યની સ્થાનિક ભાષા (બોલવા, વાંચવા અને લખવાની) તેને આવડે છે કે નહીં તે ચકાસાય છે. આ કસોટી માત્ર લાયકાત તરીકે છે.
આ પણ જુઓ – IOCL Apprentice Recruitment 2026 Gujarat
પરીક્ષા પેટર્ન (Exam Pattern)
RBI Assistant તરીકે સરકારી નોકરી મેળવવા માટે સારી તૈયારી માટે પરીક્ષાની પેટર્ન સમજવી ખૂબ જ જરૂરી છે. RBI સહાયકની પ્રિલિમ્સ અને મેન્સ એમ બંને પરીક્ષાઓની પેટર્ન અલગ અલગ છે. બંને પરીક્ષાઓ ઓનલાઇન થશે અને તેમાં ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ (નેગેટિવ માર્કિંગ) છે .
પ્રારંભિક પરીક્ષા (Prelims) પેટર્ન
પ્રિલિમ્સ પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 1 કલાકનો સમય મળે છે. આ પરીક્ષામાં ત્રણ વિભાગ હોય છે.
| વિભાગ | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ | સમય |
|---|---|---|---|
| અંગ્રેજી ભાષા (English Language) | 30 | 30 | 20 મિનિટ |
| સંખ્યાત્મક ક્ષમતા (Numerical Ability) | 35 | 35 | 20 મિનિટ |
| તર્ક ક્ષમતા (Reasoning Ability) | 35 | 35 | 20 મિનિટ |
| કુલ | 100 | 100 | 60 મિનિટ |
મુખ્ય પરીક્ષા (Mains) પેટર્ન
મેન્સ પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો પૂછાય છે અને કુલ સમય 2 કલાક 15 મિનિટ (135 મિનિટ)નો છે. આ પરીક્ષામાં પાંચ વિભાગ હોય છે.
| વિભાગ | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ | સમય |
|---|---|---|---|
| અંગ્રેજી ભાષા (English Language) | 40 | 40 | 30 મિનિટ |
| સંખ્યાત્મક ક્ષમતા (Numerical Ability) | 40 | 40 | 30 મિનિટ |
| તર્ક ક્ષમતા (Reasoning Ability) | 40 | 40 | 30 મિનિટ |
| કમ્પ્યુટર જ્ઞાન (Computer Knowledge) | 40 | 40 | 20 મિનિટ |
| સામાન્ય જાગૃતિ (General Awareness) | 40 | 40 | 25 મિનિટ |
| કુલ | 200 | 200 | 135 મિનિટ |
નોંધ: બંને પરીક્ષાઓમાં દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે .
અભ્યાસક્રમ (Syllabus)
લાયકાત ધરાવતા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવા માટે અભ્યાસક્રમની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. દરેક વિભાગમાં કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછાય છે તેની માહિતી નીચે આપેલ છે .
અરજી ફી (Application Fee)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર ભરતી સુચનામાં આપેલ માહિતી અનુસાર, આ ભરતીમાં અરજી કરતી વખતે ઉમેદવારોએ તેમની શ્રેણી પ્રમાણે ફી ભરવાની રહેશે. આ ફી ઓનલાઇન જ ભરી શકાશે.
| ઉમેદવારોની શ્રેણી | અરજી ફી (રૂપિયામાં) |
|---|---|
| સામાન્ય (General) / OBC / EWS | રૂ. 450 + 18% GST |
| SC / ST / PwBD / ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) | રૂ. 50 + 18% GST |
| RBI સ્ટાફ (કર્મચારીઓ) | કોઈ ફી નહીં |
અરજી પ્રક્રિયા (How to Apply)
RBI સહાયક માટે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે. નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે સરળતાથી અરજી કરી શકો છો .
- સૌપ્રથમ RBI ની સત્તાવાર વેબસાઇટ
www.rbi.org.inની મુલાકાત લો. - હોમપેજ પર “Recruitment for the Post of Assistant – Panel Year 2026” ની લિંક પર ક્લિક કરો.
- નવા વપરાશકર્તા તરીકે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નોંધી લો.
- હવે ઓનલાઇન અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય માહિતી ધ્યાનપૂર્વક ભરો.
- તમારો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો નક્કી કરેલ ફોર્મેટમાં અપલોડ કરો.
- અંતિમ સબમિશન પહેલાં ‘પ્રીવ્યૂ’ માં બધી માહિતી ચકાસી લો.
- તમારી શ્રેણી મુજબ અરજી ફી ઓનલાઇન ભરો.
- છેવટે ‘કમ્પ્લીટ રજીસ્ટ્રેશન’ પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્ય માટે અરજી ફોર્મની એક પ્રિન્ટઆઉટ લઈ લો.
એડમિટ કાર્ડ (Admit Card)
ભરતીની પરીક્ષામાં બેસવા માટે પ્રવેશપત્ર (એડમિટ કાર્ડ) એ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જેના વિના તમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તે પરીક્ષાની 7-10 દિવસ પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે તમને ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં. જેથી અરજી કર્યા બાદ નિયમિત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવું જરૂરી છે.
પરીક્ષા કેન્દ્રો (Exam Centres)
RBI સહાયક પરીક્ષા દેશભરના અનેક શહેરોમાં લેવામાં આવે છે. અરજી કરતી વખતે ઉમેદવારો પોતાની સગવડ મુજબ કેન્દ્રોની પસંદગી કરી શકે છે. ગુજરાત રાજ્યના કેટલાંક શહેરો પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવ્યાં છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
| પરીક્ષા | કેન્દ્રો |
|---|---|
| પ્રારંભિક પરીક્ષા (પ્રિલિમ્સ) | અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, મહેસાણા |
| મુખ્ય પરીક્ષા (મેન્સ) | અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા |
પાછલા વર્ષનો કટઓફ (Previous Year Cut-off)
કટઓફ એ ન્યૂનતમ ગુણ છે જે મેળવવા પર ઉમેદવાર આગલા તબક્કા માટે પસંદ થાય છે. તે રાજ્ય, શ્રેણી અને પરીક્ષાના વર્ષ પ્રમાણે બદલાય છે. પાછલા વર્ષના કટઓફ પરથી અંદાજો મેળવી શકાય છે. 2023 માં ચંદીગઢ ઝોન માટે સામાન્ય વર્ગનો કટઓફ 96.50 જેટલો ઊંચો હતો, જ્યારે મુંબઈ માટે તે 91.00 હતો. તમે તમામ RBI ઓફિસનો કટઓફ નીચે મુજબ જોઈ શકો છો.

પરિણામ (Result)
પરીક્ષાના દરેક તબક્કાનું પરિણામ RBI તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે. પરીક્ષા પૂરી થયાના 1-2 અઠવાડિયામાં પરિણામોની અપેક્ષા રાખી શકાય છે. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષા અને ભાષા પરીક્ષાના આધારે કરવામાં આવશે .
પરીક્ષા તૈયારી માટે ટિપ્સ (Exam Preparation Tips)
RBI Assistant Recruitmentની સફળતા માટે સતત મહેનત અને યોગ્ય રણનીતિ જરૂરી છે. અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપેલી છે જેને તમે ફોલો કરશો તો તમને સફળતા મળી શકે છે.
પ્રારંભિક પરીક્ષા (Prelims) ની તૈયારી માટે ટિપ્સ
- ત્રણેય વિભાગો પર સમાન ધ્યાન આપો, કારણ કે દરેકમાં સેક્શનલ કટઓફ પસાર કરવો ફરજિયાત છે .
- તમારી સ્પીડ અને સચોટતા વધારવા માટે રોજ મોક ટેસ્ટ આપો.
- મૂળભૂત ખ્યાલો સ્પષ્ટ કરો અને શોર્ટકટ્સ યાદ રાખો.
મુખ્ય પરીક્ષા (Mains) ની તૈયારી માટે ટિપ્સ
- સામાન્ય જાગૃતિ માટે રોજના ન્યુઝ પેપર અને મેગેઝિન વાંચો. બેંકિંગ અને અર્થવ્યવસ્થાના સમાચાર ખાસ નોંધો.
- કમ્પ્યુટર જ્ઞાન માટે, મૂળભૂત પુસ્તકો અને ઓનલાઇન સ્ત્રોતોનો ઉપયોગ કરો.
- જે વિભાગમાં તમે નબળા હો, તેના પર વધુ ભાર આપો.
ભાષા કૌશલ્ય કસોટી (LPT) ની તૈયારી માટે ટિપ્સ
- તમે જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છો, તે રાજ્યની સ્થાનિક ભાષામાં વાંચવા, લખવા અને બોલવાનો અભ્યાસ કરો .
- તે ભાષાના સમાચારપત્રો વાંચવાની ટેવ પાડો.
- તે ભાષામાં સરળ વાક્યો બનાવતા શીખો.
ભારતીય રિઝર્વ બેંક સહાયક ભરતી 2026 : વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન 1: RBI Assistant Recruitment 2026 કોણે આયોજિત કરી છે?
જવાબ: આ ભરતી Reserve Bank of India (RBI) દ્વારા આયોજિત કરવામાં આવી છે.
પ્રશ્ન 2: RBI Assistant ભરતી 2026 માં કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: કુલ અંદાજે 650 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
પ્રશ્ન 3: RBI Assistant માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 08 માર્ચ 2026 છે.
પ્રશ્ન 4: RBI Assistant માટે ન્યૂનતમ લાયકાત શું છે?
જવાબ: ઉમેદવાર સ્નાતક (Graduate) હોવો જરૂરી છે, સામાન્ય વર્ગ માટે 50% માર્ક્સ ફરજિયાત છે.
પ્રશ્ન 5: RBI Assistant ની ઉંમર મર્યાદા કેટલી છે?
જવાબ: 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
પ્રશ્ન 6: RBI Assistant ભરતીમાં પસંદગી કેવી રીતે થાય છે?
જવાબ: પસંદગી પ્રિલિમ્સ, મેન્સ અને ભાષા આવડત કસોટી (LPT) દ્વારા થાય છે.
પ્રશ્ન 7: RBI Assistant નો અંદાજિત માસિક પગાર કેટલો છે?
જવાબ: કુલ માસિક પગાર અંદાજે રૂ. 58,514 સુધી મળે છે.
પ્રશ્ન 8: RBI Assistant માટે અરજી કેવી રીતે કરવી?
જવાબ: ઉમેદવારોએ RBI ની સત્તાવાર વેબસાઇટ પરથી સંપૂર્ણ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી સંબંધિત જરૂરી લિંક:
- RBI Official Notification (Reference)
- RBI Online Application Portal
- Reserve Bank Of India Official Website
નિષ્કર્ષ (Conclusion)
જો તમે ખરેખર બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો, તો આ ભરતી તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે. વધુ ખાલી જગ્યાઓ માટેની આ ભરતીમાં સફળ થવા માટે ટાઇમસર અરજીફોર્મ સબમિટ કરવુ, પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ સમજવો અને નિયમિત તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. આ લેખમાં આપેલી તમામ માહિતી ધ્યાનથી વાંચો અને તમારી તૈયારી શરૂ કરી દો તથા નિયમિત તૈયારીથી તમે સફળતા મેળવી શકશો. આવી જ અન્ય ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.
Disclaimer
કોઈ પણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન જરૂરથી વાંચવાની સલાહ આપવામાં આવે છે. અમે RBI સાથે જોડાયેલા નથી અને આ RBI ની સત્તાવાર વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી સત્તાવાર નોટિફિકેશન અને વિશ્વસનીય સ્ત્રોત પરથી ચકાસીને રજૂ કરવામાં આવી છે અને માહિતી માત્ર સામાન્ય જાણકારીના હેતુસર છે. ભરતીની તમામ તારીખો, પાત્રતા અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ અને અંતિમ વિગતો માટે કૃપા કરીને સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર થયેલી સૂચના તપાસો અને તેનું પાલન કરો.

છેલ્લા 4.5 વર્ષથી સરકારી નોકરી, યોજનાઓ અને પરીક્ષા સંબંધિત માહિતી સત્તાવાર સ્ત્રોત પરથી ચકાસીને વાચકો સુધી સરળ ભાષામાં પહોંચાડું છું.